સુરતના હીરા બજારમાં તેજીના માહોલ વચ્ચે વેપારીઓને લાગ્યો પુષ્પા નો રંગ,વેપારી કહે છે પેકેટ લાવો ભાવ તમારો

Published on: 10:39 am, Mon, 7 February 22

હાલના વર્તમાન સમયમાં અમેરિકા અને યુરોપ જેવા દેશો વૈશ્વિક બજારમાં તૈયાર હીરા ની ખૂબ જ વધારે માંગ છે. આવા તેજી માહોલ અને સકારાત્મક માહોલ વચ્ચે રફ અને પોલિશ્ડ હીરાની પુરવઠાની ભારે તંગી છે.પરિણામે રફ અને પોલિશ્ડ હીરાના ટ્રેડર્સઓ દ્વારા માલની ખરીદી માટે રીતસર પડાપડી થઇ રહી છે.

અર્થશાસ્ત્ર ના નિયમ મુજબ તૈયાર હીરામાં માંગ અને પુરવઠાની સ્થિતિ આદર્શ બની છે. મોટાભાગે અત્યાર સુધી રફ હીરાની ખરીદી માટે કિંમતને લઇને કારખાનેદારો વચ્ચે આંતરિક સ્પર્ધા જોવા મળતી હતી

પરંતુ હવે પ્રથમ વખત પોલીશડ ની ખરીદી અને કીમંત અને લઈને ડીલરો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે.આ પ્રકારની આદર્શ સ્થિતિનો ભારતના હીરાઉદ્યોગને લાભ મળી રહ્યો છે.

અમેરિકાના ડીલરો સહિત તમામ કારોબારીઓએ હીરામાં થયેલા ભાવ વધારા નો સ્વીકાર કરી લીધો છે.સુરતના સ્થાનિક બજારની વાત કરવામાં આવે તો રફ હીરાની વધેલી કિંમતો ને પગલે કારખાનેદારો નીચા ભાવે હીરા વેચવા રાજી થયા નથી.

બીજી તરફ સ્થાનિક ડીલર કોઈપણ ભોગે તૈયાર હીરાની ખરીદી કરવા માંગે છે.હીરા કારોબારીઓએ કહ્યુ કે હવે કારખાનેદારો અને સ્થાનિક પદાર્થો વચ્ચે હીરાના વેપાર ને લઈને કશ ભરી પરિસ્થિતિ વચ્ચે હીરા બજાર ને પણ પુષ્પા નો રંગ લાગ્યો છે.

જોકે આ મેસેજમાં રમુજી માટે છે પરંતુ વાસ્તવિકતા પર નજર નાખીએ તો મેસેજ પરથી હીરાની માગ અને વર્તમાન તેજીનો આસાનીથી અંદાજ તો આપણે લગાવી શકીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના હીરા બજારમાં તેજીના માહોલ વચ્ચે વેપારીઓને લાગ્યો પુષ્પા નો રંગ,વેપારી કહે છે પેકેટ લાવો ભાવ તમારો"

Leave a comment

Your email address will not be published.


*