વડોદરામાં નિવૃત્ત આર્મીમેનના એકના એક દીકરાનું રહસ્યમય રીતે મૃત્યુ, ડ્રગ્સથી મૃત્યુ થયું તેવી આશંકાઓ – પરિવારમાં શોક્નું મોજું ફરી વળ્યું…

Published on: 6:35 pm, Mon, 8 August 22

વડોદરામાં એક યુવાનનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આ ઘટના બનતા ચારેય બાજુ ભારે હોબાળો મચી ગયો હતો. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા 203, રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા નિવૃત્ત આર્મીમેનના એકના એક દીકરાનું કેફી પીણું પીવાથી મૃત્યુ નીપજ્યું હતું. વહેલી સવારે આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે રૂમમાં રહેતી એક યુવતી સહિત બે વ્યક્તિઓને પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર વડોદરા ના સીમા વિસ્તારમાં એ-26 લક્ષ્મી કુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કરન નિવૃત્ત આર્મી જવાન છે. તેમનો એકનો એક દીકરો વિવેક કરણ અમદાવાદની એક ખાનગી કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવે છે.

વિવેક ની ઉમર 32 વર્ષની હતી. બે દિવસ પહેલાં વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10:00 વાગ્યાની આસપાસ વિવેક રાધા કૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. ત્યાં તેનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા વિવેકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દીકરાના મૃત્યુ ના સમાચાર સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને રૂમના પાછળના ભાગની તપાસ શરૂ કરી છે. રૂમના પાછળના ભાગે આવેલા પતરાના શેડ ઉપર ડ્રગ્સ લેવાની સીરીંજી, ઊંઘની ગોળીઓ જેવી અન્ય શંકાસ્પદ ચીજ વસ્તુઓ પોલીસને મળી આવી હતી. સ્થાનિક લોકોનું કેવું છે કે રૂમમાં મિત્રો ભેગા થયા હતા અને દારૂ તેમજ ડ્રગ્સ પાર્ટી કરી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે વિવેક મોડી રાત્રે તેના મિત્રને મળવા માટે ગયો હતો. ત્યાં વિવેકનું શંકાસ્પદ રીતે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં નિવૃત્ત આર્મીમેનના એકના એક દીકરાનું રહસ્યમય રીતે મૃત્યુ, ડ્રગ્સથી મૃત્યુ થયું તેવી આશંકાઓ – પરિવારમાં શોક્નું મોજું ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*