વડોદરા હાઇવે પર એસિડ ભરેલા ટ્રકે મારી પલટી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા…

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે અને અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે તેવી ઘટના સામે આવી છે. ગઈકાલે વડોદરા શહેર પાસેના નેશનલ હાઇવે નંબર 8 પાસે એક એસિડ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ વડોદરા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું. આ સમગ્ર મામલામાં ટ્રકમાંથી લીકેજ થતાં એસિડ ની બાજુમાં હટાવ્યા બાદ અન્ય કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ વડોદરા નજીક આવેલા નંદેસરી PAB કંપનીની આવેલ છે. ત્યાંથી ગઈકાલે બપોરે એક વાગ્યા આસપાસ ટ્રક ડ્રાઈવર મોહનલાલ એસિડ થી ભરેલા ટ્રક ને લઈને નીકળ્યા હતા.

મળતી માહિતી મુજબ મોહનલાલ IRB કંટ્રોલ રૂમ ની પાછળ ટ્રક પર નિયંત્રણ ગુમાવ્યું હતું. તેના કારણે ટ્રક પલટી ખાઇ ગયો હતો.

પરંતુ સારી વાત એ છે કે તે સમય દરમ્યાન રોડ પર અન્ય કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાના કારણે સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામ્યા નથી.

પરંતુ પલટી ખાઈ ગયેલા ટ્રકમાંથી એસિડ સતત નીકળી રહ્યું હતું જેના કારણે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા બે ઇમરજન્સી વાહનો સાથે કર્મચારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને લિકેજ થયેલા એસિડને પાણી સાથે ભેળવીને બાજુમાં કરી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*