ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી ચૂકયો છે અને ઘણા શહેરોમાં વરસાદ નહિવત છે. જ્યારે ગુજરાતમાં આગામી દિવસમાં ભારે વરસાદને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે.
ગુજરાતમાં અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામશે અને ધમાકેદાર વરસાદ ની એન્ટ્રી થશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 17 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક પંથકોમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં સારા વરસાદના એંધાણ છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં ખેડૂતો માટે વરસાદ સારો રહેશે. તેમજ આ વરસાદ ખેડૂતો માટે ખેતી લાયક હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!