આમ આદમી પાર્ટીને ઝટકો : આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ની ધરપકડ, જાણો શા માટે?

Published on: 11:26 am, Fri, 6 August 21

ગુજરાત રાજ્યમાં 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટી ટક્કર આમ આદમી પાર્ટી આપશે.

આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે.

આ ઉપરાંત રાજ્યમાં અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જન સંવેદના મુલાકાત યોજી રહી છે. ત્યારે એક અહેવાલ સામે આવ્યો છે.

જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જન સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઊઝા પહોંચે.

તે પહેલાં જ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા 188 ના જૂના કેસમાં મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આ સમગ્ર મામલા પર આમ આદમી પાર્ટીની લીગલ સેલ ટીમ મહેસાણા જવા માટે રવાના થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!