મારા બેટા ન કરવાનું કરશે..! કારની અંદર બેસવા માટે યુવતીએ ઊંધા માથે થઈને કંઈક એવું કર્યું કે… કંપની કારના દરવાજા બનાવવાનું બંધ કરી દેશે…

Published on: 3:58 pm, Sun, 12 March 23

સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આ વાયરલ વીડિયોમાં ઘણા જ વિચિત્ર જુગાડ અને શોર્ટકટ ના વિડીયો પણ જોવા મળી રહ્યા છે. હાલમાં જ સોશિયલ નેટવર્કિંગ સાઈડ ઈન્સ્ટાગ્રામ પર એક છોકરીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં છોકરી કારની ડ્રાઇવિંગ સીટ પર બેસવા માટે શોર્ટકટ અપનાવતી જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી કારની અંદર જવા માટે ખૂબ જ વિચિત્ર અભિગમ અપનાવે છે. યુવતી કારનો દરવાજો ખોલ્યા વગર કારની ડ્રાઇવિંગ સીટ પર બેસતી જોવા મળે છે. યુવતી નો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો ક્યારનો છે તેની કોઈ માહિતી નથી.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ કાર રોડ પર પાર્ક કરેલી છે, જેમાં ડ્રાઇવિંગ સીટ નો દરવાજો બંધ છે પરંતુ વિન્ડશીલ્ડ ખુલ્લી છે. આ દરમિયાન એક છોકરી પલટી મારતી મારતી ત્યાં આવે છે અને બારીનો સહારો લઈને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી જાય છે.

આ વિડીયો પરથી આ છોકરી ની ફિટનેસ નો અંદાજો લગાવી શકાય છે. આ છોકરીએ પોતાની જાતને કેટલી ફીટ રાખી છે, સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ આવું કરવા અસમર્થ છે પરંતુ આ છોકરી સરળતાથી આ કામ કરી બતાવે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @imkavy નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kavy (@imkavy)

વીડિયોમાં કેપ્શન માં યુઝર્સ લખ્યું કે, કારમાં બેસવાની મારી સ્ટાઇલ, વીડિયોને અત્યાર સુધીમાં 7.1 મિલિયન થી વધુ અને સાથે લાખો પણ મળી ચૂકી છે. ઘણા લોકો વિડીયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે વિડીયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે ‘ અંદર કોણ બેઠું છે પકડવા’ જ્યારે અન્ય ઘરે લખ્યું કે નાની હાઈટનો ફાયદો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મારા બેટા ન કરવાનું કરશે..! કારની અંદર બેસવા માટે યુવતીએ ઊંધા માથે થઈને કંઈક એવું કર્યું કે… કંપની કારના દરવાજા બનાવવાનું બંધ કરી દેશે…"

Leave a comment

Your email address will not be published.


*