એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખાવા પીવાના ખૂબ જ વધારે શોખીન છે અને તાજેતરમાં જ્યારે તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ માટે જામનગર આવ્યા હતા ત્યારે પણ તેમના ભોજન પ્રત્યેનો પ્રેમ આપણે સોશિયલ મીડિયામાં જોયો જ છે
અને તેઓ ગરમા ગરમ મરચાના ભજીયા ખાતા પણ કેમેરામાં કેદ થયા હતા.સ્વાદ ના શોખીન મુકેશ અંબાણીને મસાલેદાર ખોરાક ખૂબ જ પસંદ છે. ગુજરાતી પરિવારમાંથી આવતા મુકેશ અંબાણીને સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ કરે છે.
88 વર્ષ જૂની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તેમની ફેવરિટ જગ્યા છે. જયાથી તેઓ દર અઠવાડિયુ ઓર્ડર કરે છે.મુકેશ અંબાણી નું ફેવરિટ રેસ્ટોરન્ટ કેફે મૈસુર છે જ્યાંથી તેઓ લગભગ અઠવાડિયે ફૂડ ઓર્ડર કરે છે અને કેફે મૈસુર સાથેનો તેમનો સંબંધ તેમના કોલેજના દિવસનો છે
અને કોલેજના દિવસોમાં તે તેમના મિત્રોને પરિવાર સાથે આ રેસ્ટોરન્ટમાં આવતા અને એટલો બધો સ્વાદ તેમને ગમ્યો છે કે આજે પણ તેઓ આ ફૂડ ના અને આ રેસ્ટોરન્ટના દિવાના છે.મુકેશ અંબાણી અહીં ઈડલી સાંભારના દિવાના છે જેની એક પ્લેટ ની કિંમત માત્ર 50 રૂપિયા છે અને આ કાફેમાં 80 થી પણ વધારે પ્રકારના ઢોસા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment