મુકેશ અંબાણીનો જમણો હાથ..! મોટી મોટી ડીલો પાછળ પોતાનું ભેજુ દોડાવનાર વ્યક્તિને મુકેશ અંબાણીએ આપ્યું 1500 કરોડનું ઘર, જાણો કોણ છે આ ખાસ વ્યક્તિ

Published on: 10:59 am, Tue, 23 April 24

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન છે અને જે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે અને હાલમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ પણ છે અને રિલાયન્સ ગ્રુપ નો કારોબાર અનેક ક્ષેત્રમાં ફેલાયેલો છે

જેને ચલાવવામાં તેમના પરિવારના સભ્યોની સાથે સાથે તેમના ઘણા બધા ખાસ લોકો પણ કહી શકાય જે તેમને સાથ આપી રહ્યા છે અને તેમાં જ એક મનોજ મોદી નામના વ્યક્તિ છે જે મુકેશ અંબાણીનો જમણો હાથ પણ કહેવાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અનેક સહાયક કંપનીઓની દેખરેખ તેમના નજીકના સહયોગી અને પરિવારના સભ્યો કરે છે જેમાં નીતા અંબાણી ઈશા અંબાણી આકાશ અંબાણી આવા ભરોસાપાત્ર વ્યક્તિની સાથે સાથે તેમના ખાસ મિત્ર મનોજ મોદી છે જેઓને અંદાજિત 1500 કરોડ રૂપિયાની બિલ્ડીંગ ભેટ આપવામાં આવી છે.

એપ્રિલ 2020 માં ફેસબુક અને રિલાયન્સ જીઓની બીગ ડીલમાં તેમની મહત્વની ભૂમિકા હતી અને આ 43 હજાર કરોડ રૂપિયાની ડીલ રિલાયન્સ ને કરજ મુકતા બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.મનોજ મોદીને મુકેશ અંબાણીએ

1500 કરોડ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું છે અને મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી મળી રહી છે કે આ ઘર 22 માળનું છે જેની કિંમત 1500 કરોડ છે ને તે મુંબઈના નેપીયનસી રોડ પર બનેલી છે જેનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મુકેશ અંબાણીનો જમણો હાથ..! મોટી મોટી ડીલો પાછળ પોતાનું ભેજુ દોડાવનાર વ્યક્તિને મુકેશ અંબાણીએ આપ્યું 1500 કરોડનું ઘર, જાણો કોણ છે આ ખાસ વ્યક્તિ"

Leave a comment

Your email address will not be published.


*