વિશ્વના સૌથી અમીર લોકોની નેટવર્થમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કમાણીમાં મોટો એવો વધારો થયો છે જ્યારે ગૌતમ અદાણીની કમાણીમાં ઘટાડો થયો છે.
સાથે સાથે આપણે જણાવી દઈએ કે વિશ્વના સૌથી અમીર અબજોપતિ એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ ની કમાણીમાં પણ મોટો વધારો થયો છે તો ચાલો આપણે જાણીએ કોની કમાણીમાં કેટલો વધારો કે ફેરફાર થયો.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કમાણીમાં 14 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે
આ સાથે તેમની નેટવર્થ વધીને 111$ બિયર થઈ ગઈ છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 14.5 અબજ ડોલર વધી છે. તે જ સમયે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી નો કમાણીમાં 12,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે અને આ કારણે તેમની નેટવર્થ ઘટીને 97.7$ બિલિયન થઈ ગઈ છે
અને આ વર્ષે અત્યાર સુધીમાં તેમની કુલ નેટવર્થ 13.4$ બિલિયન વધી છે ને હાલમાં તો વિશ્વના 13 માં સૌથી અમીર વ્યક્તિ છે.એલોન મસ્ક ની નેટવર્થ સોમવારે 7.37$ બિલિયન વધે છે અને આ સાથે તેમની નેટવર્થ વધીને 188$ બિલિયન થઈ છે અને આની સાથે સાથે તેઓ વિશ્વના ત્રીજા અબજોપતિ છે અને માર્ક ઝુકરબર્ગ નેટવર્થ 4.42$ બિલિયન વધીને 176$ બિલિયન પર પહોંચી છે અને તેઓ વિશ્વના ચોથા અમીર અબજોપતિ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment