વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાના કારણે દર્દનાક મોત થયું છે. વિદ્યાર્થીનું સ્કેચિંગ ટૂરના સ્થળ પર ન્હાવા જતા યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
વિદ્યાર્થીના સાથી મિત્રોએ તેને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે બચી શક્યો નહીં અને તેનું મોત થયું હતું. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારજનો અને તેના સાથી મિત્રોમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં દર વર્ષની જેમ આ વખતે પણ સ્ટેચિંગ સ્ટટી ટુરનું રાજપીપળા પાસે આવેલ ફોરેસ્ટના જુના રાજ જંગલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુરમાં પ્રથમ વર્ષના અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ ગયા હતા. વિદ્યાર્થીઓ વહેલી સવારે ટુરમાં જવા માટે નીકળ્યા હતા.
અહીં બપોરે લંચ કર્યા બાદ તેઓ નજીકના સ્થળ ઉપર ફરવા માટે ગયા હતા. ત્યારે અહીં ન્હાવા જેવા સ્થળ પાસે ઢસા ગામનો રહેવાસી જય ગાંગડીયા નામનો યુવક અને તેના મિત્રો ગ્રુપમાં ગયા હતા. આ દરમિયાન અહીં લીલ વાળી જગ્યા પર જય ગાંગડીયા ઉભો હતો. ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે ઊંડા પાણીમાં પડી ગયો હતો.
ત્યાર પછી ત્યાં હાજર તેના મિત્રોએ જયને બહાર કાઢવાના ઘણા પ્રયાસો કર્યા. થોડીક વાર બાદ મિત્રોએ મળીને જયને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પછી તેને એમ્બ્યુલન્સની મદદથી રાજપીપળા ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં જાણવા મળ્યું કે જય વધારે પ્રમાણમાં પાણી પી ગયો હતો.
જેના કારણે તેનો જીવ બચી શકે તેમ નથી. અને ત્યાં હાજર ડોક્ટરે જઈને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જઈના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment