હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક પરિણીત મહિલાનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલી મહિલાના શરીર પર અમુક નિશાન જોવા મળ્યા હતા. તેના પરથી એવું લાગી રહ્યું છે કે મહિલા પર કોઈકે પ્રહાર કર્યા હશે.
સમગ્ર ઘટનાને લઇને પિયર પક્ષનો આરોપ છે કે, તેમની દીકરી પર પ્રહાર કરીને બળજબરીપૂર્વક ઝેરી દવા આપવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિ નું કહેવું છે કે, તેણે પત્નીને અન્ય સમાજના લગ્નમાં જવાથી રોકી હતી. તેથી તેણે ગુસ્સામાં આવીને ઝેરી દવા પી લીધી હશે.
મળતી માહિતી અનુસાર પ્રતાપગઢ જિલ્લાની હોસ્પિટલ નજીકમાં છે, છતાં પણ સાસરીયા પુત્રવધૂને સારવાર માટે બાંસવાડા લઈ ગયા હતા. હજુ એક ચોંકાવનારી વાત એમ છે કે, મહિલા ના લગ્નના દોઢ વર્ષ બાદ મહિલાએ તેના પતિ વિરુદ્ધ દહેજનો ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ ટિમ્મી હતું.
2017માં ટિમ્મીના લગ્ન પિયુષ નામના યુવક સાથે થયા હતા. તેઓને બે વર્ષનો દીકરો પણ છે. મળતી માહિતી અનુસાર સાસરિયાના ઘરે ટિમ્મીએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ સાસરિયાઓએ તેને મોડી રાત્રે સારવાર માટે બાંસવાડા લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે ટિમ્મીને મૃત જાહેર કરી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી ટિમ્મીના ગળા અને શરીરના કેટલાક ભાગ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર ટિમ્મીનો પતિ કુવૈત નોકરી કરે છે. તે દસ દિવસ પહેલા કૂવેથી પરત આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટિમ્મીના પરિવારજનોનો આક્ષેપ છે કે, દીકરીને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment