એકસાથે પિતા-પુત્ર દુનિયા છોડીને ચાલ્યા ગયા : રોડની બાજુમાં પડેલા ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 4 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 3:43 pm, Thu, 19 May 22

સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દર્દનાક અકસ્માતની ઘટના કાનપુરમાં બની હતી. અહીં હાઈવેની બાજુમાં પાર્ક કરેલા પાણીના ટેન્કરની પાછળ પુરપાટ ઝડપે જતી એક કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના બપોરના બે વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય અઝહર અલી અને 59 વર્ષીય અરવિંદ માધવનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે 55 વર્ષીય રાજુ પોરવાલ અને 23 વર્ષીય મયંક અગ્રવાલ અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બંનેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા મયંક અને રાજુ પિતા-પુત્ર છે.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કારનું સ્ટેરીંગ જામ થઈ ગયું હશે અથવા તો કારચાલકને ઊંઘ આવી ગઈ હશે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે કાર બેકાબુ બન્યા વગર એક જ ઝડપમાં ટેન્કર તરફ આગળ વધી રહી છે અને રોડની સાઈડમાં પડેલા ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બનતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર રાજુ પોરવાલ બીમાર રહેતો હતો. તેની કાનપુર સારવાર ચાલી રહી હતી. જે દિવસે અકસ્માતની ઘટના બની તે દિવસે રાજુ પોરવાલ પોતાના ડ્રાઇવર અઝહર, દીકરા મયંક અને મિત્ર અરવિંદ સાથે કારમાં કાનપુર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે અડધો કિલોમીટર દુર સુધી તેનો અવાજ સંભળાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે કાર પૂરપાટ ઝડપે રોડની બાજુમાં પડે રહેલા ટેન્કર તરફ આગળ વધી રહી છે. અને જોતજોતામાં તો કાર ટેન્કરની પાછળ ઘૂસી જાય છે. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. ત્યારે બે લોકોના સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયા હતા. પિતા અને પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એકસાથે પિતા-પુત્ર દુનિયા છોડીને ચાલ્યા ગયા : રોડની બાજુમાં પડેલા ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 4 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*