સુરત શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટના સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સાસરીયા પક્ષ દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
જેના કારણે તેમની દીકરીએ આ પગલો ભર્યો છે. વિગતવાર વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શિવદર્શન સોસાયટીમાં રહેતા મમતાબેન નારાયણભાઈ તુસવારાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.
વહેલી સવારે મમતાએ સુસાઇડ કરી લેતા સાસરીયા પક્ષ દ્વારા મમતાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા કતારગામ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મહિલાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે.
મમતાના પરિવારજનોએ જણાવ્યું કે, અમારા પરિવારની દીકરીને સાસરીયા પક્ષ દ્વારા ખૂબ જ હેરાન કરવામાં આવતી હતી. છેલ્લા થોડા દિવસોથી સાસરીયામાં તેની મન ફાવે તેમ ધુલાઈ કરવામાં આવતી હતી. જેના કારણે અમારી દીકરી ઘરની બહાર નીકળીને મંદિરના ઓટલે બેસી રહેતી હતી.
પછી થોડો સમય ગયા બાદ ફરી ઘરે આવતી અને કામ પર લાગી જતી હતી. આ વાત વિશે અમને આજુબાજુના લોકોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ફાયર રડતા રડતા જણાવ્યું કે, મારી બહેન ઉપર આ લોકો સતત માનસિક ત્રાસ ગુજારતા હતા. મારી બહેનને સાત વર્ષની દીકરી છે.
તેને બીજા સંતાનમાં પુત્ર થાય તે માટે તેની નણંદ તેને ખૂબ જ માનસિક ત્રાસ આપતી હતી. આટલો જ નહીં બહેનનો પતિ વારંવાર આર્થિક મદદ માટે રૂપિયાની પણ માંગણી કરતો હતો. મારી બહેન ખૂબ જ હોળી છે. તેની એટલી હિંમત નથી કે તે પોતાનું જીવનનું ટૂંકાવી શકે. જેથી અમને શંકા છે કે મારી બહેનનો જીવ લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment