ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની ઘટનાઓ અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે કોડીનાર પંથકમાં એક પરીણિત મહિલાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર રોણાજ ગામનો કૌશિક પરબતભાઈ રાવલીયા છેલ્લા ત્રણ મહિનાથી મોટી ફાફણી ગામના રમેશભાઈની પત્નીને એક તરફી પ્રેમ કરતો હતો.
પરબતભાઈ ના એક તરફી પ્રેમ થી કંટાળીને રમેશભાઈની પત્નીએ સુત્રાપાડા પંથકનાં પ્રાંસલી ગામે જઈ એક મંદિર પાસે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઇને રમેશભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર રમેશભાઈના લગ્ન કોડીનારમાં થયા હોય અને તેને બે નાની બહેન અને એક ભાઈ છે. બંને બહેનના લગ્ન થઈ ગયા હતા. નાનુભાઈ માતા-પિતા સાથે વાડીએ રહેતો હતો અને મળતી માહિતી અનુસાર નાનાભાઈ મેહુલનો મિત્ર કૌશિક હતો. તેથી તે મેહુલના ઘરે અવારનવાર આવતો હતો.
જેથી કૌશિકને રમેશભાઈની પત્ની સાથે પરિચય થયો હતો. કૌશિકને રમેશભાઈની પત્ની સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો. એકતરફી પ્રેમમાં કૌશિક રમેશભાઈ ની પત્ની ને માનસિક ત્રાસ આપતો હતો, તેવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર 23 એપ્રિલના રોજ રમેશભાઈ પોતાની એક દીકરી અને દીકરા સાથે કોડીનારના દવાખાને કોઈ કામ અર્થે ગયા હતા. જ્યારે રમેશ ભાઈની પત્ની અને એક દીકરો એક મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં રમેશભાઈની પત્ની ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બન્યા બાદ રમેશભાઈની પત્નીને સારવાર માટે 108 ની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment