કાર અને સ્કુટી વચ્ચે જબરદસ્ત ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, સ્કુટી સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…

Published on: 2:42 pm, Wed, 27 April 22

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. તમે ઘણા એવા અકસ્માતના બનાવો સાંભળ્યા છે. જેમાં અકસ્માતના કારણે આખાને આખા પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે કનારપુરા ગૌશાળા પાસે જ મંગળવારના રોજ સાંજે કાર અને સ્કુટી વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં સ્કુટી પર સવાર બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર બન્ને યુવકો સ્કુટી પર સવાર થઈને કાલડેરાથી રેણવાલ જઈ રહ્યા હતા. ત્યારે તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા.

અકસ્માતમાં 27 વર્ષીય અંકિત વર્મા અને 17 વર્ષીય રાહુલ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યાં હાજર લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બન્ને યુવકોના મૃતદેહ કબજે લઇ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા હતા. અચાનક અકસ્માતમાં મૃત્યુના સમાચાર સાંભળીને બંનેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો રડતા રડતા સરકારી હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કોને ભૂલના કારણે થઈ તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. જવાન જોધ દીકરાનું મૃત્યુ થતા માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યા છે અને ગામમાં માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર અને સ્કુટી વચ્ચે જબરદસ્ત ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, સ્કુટી સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*