સમાચાર

અમદાવાદમાં સાસુએ પોતાની પુત્રવધુને પાણીની ટાંકીમાં ફેંકી દીધી, પછી તેને એવું દર્દનાક મોત આપ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

અમદાવાદમાં આજથી થોડાક દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. 28 તારીખના રોજ અમદાવાદ ગ્રામ્યના કુહા ગામે મિતલબેન ડાભી નામની મહિલાનું મૃતદેહ તેમના ઘર પાસે આવેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું.

પ્રાથમિક દ્રષ્ટિએ તો આ અકસ્માતનો બનાવ લાગતો હતો. પરંતુ જ્યારે પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ઘટનાનો એવો ચોંકાવનારો ખુલાસો થયો કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.  મિતલબેનના મૃત્યુ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને મિતલબેન ના મોતને લઈને શંકા જતી હતી. એટલે તેમના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

ત્યારે જાણવા મળ્યું કે મિતલબેનના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું મોત થયું છે. પછી તો પોલીસે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર મિતલબેનના સાસુ વિણાબેનની કડક પૂછપરછ કરી ત્યારે ચોકાવનારો ખુલાસો થયો હતો.

વીણાબેનએ પોતાની પુત્રવધુ મિતલને પાણીની ટાંકીમાં ધક્કો મારી દીધો હતો અને પછી માથા પર ઇંટડા વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. પછી મિત્તલનું મોત આકસ્મિક રીતે થયું છે. તેવું બતાવવા માટે તેના સાસુએ ઇલેક્ટ્રીક મોટર પાણીમાં ફેંકી દીધી હતી. એટલે એવું લાગે કે મિત્તલનું મોત કરંટ લાગવાના કારણે થયું છે.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી સાસુએ જણાવ્યું કે, આશરે બે વર્ષ પહેલા તેમના દીકરા કિશનના લગ્ન ભાવના નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે મન મેળ ન હોવાના કારણે ભાવના પોતાના પિયરમાં જતી રહી હતી. ભાવનાને તેમના પિયર પક્ષ વતી સાત વીઘા જમીનમાં ભાગ પણ મળવાનો હતો. પરંતુ તે પહેલા કિસ્સાને મિતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.

એટલે વીણાબેને એવો ડર લાગ્યો કે ભાવનાના લગ્નમાં આવેલી ત્રણ સોનાની લગડી અને જમીનમાં ભાગ જતો રહેશે. એટલા માટે સાસુ વીણા બેને મિત્તલનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. પછી વીણાબેને મિતલનો જીવ લઈ લીધો હતો અને તેના મોતને આકસ્મિક મોત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે આ ઘટનાને લઈને ખુલાસો થઈ ગયો છે અને પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *