વલસાડ તાલુકાના દિવેદ ખાતે બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. 30 માર્ચના રોજ દીવેદ ખાતે રહેતી એક મહિલાને લેબરપેન થતા પારડીની પૂજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર 31 માર્ચના રોજ નોર્મલ ડિલિવરી ન થતા મહિલાનું ઓપરેશન કરીને ડિલિવરી કરવામાં આવી હતી.
ડિલિવરી બાદ મહિલાની હાલત ખુબ જ ગંભીર થઈ ગઈ હતી. તેથી તેને વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું. મહિલાનું મૃત્યુ થતાં એક દિવસના બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી.
મહિલા એક દિવસનું બાળક પિતાના હવાલે કરીને દુનિયા છોડીને ચાલી ગઈ હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના સેગવી ખાતે રહેતા મુકેશકુમાર તેમની પત્ની નીતુ સાથે રહેતો હતો. 30 માર્ચના રોજ નીતુંને લેબર પેન થયું હતું.
તેથી મુકેશ તેને પારડી ખાતે આવેલી પૂજા હોસ્પિટલ માં લઇ ગયો હતો. 31 માર્ચના રોજ વહેલી સવારે નીતુનું ઓપરેશન કરીને બાળકને જન્મ અપાયો હતો. ઓપરેશન થયા બાદ ગર્ભાશય સંકોચાતું ન હોવાથી નીતુની હાલત ખુબ જ ગંભીર થઇ ગઇ હતી.
તેથી તેને વધુ સારવાર માટે વલસાડની અમિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન નિતુનું મૃત્યુ થયું હતું. નીતુ નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. નીતુનો પતિ મુકેશ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયો હતો. નીતુનું મૃત્યુ થતાં માત્ર એક દિવસના બાળકની માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment