આપણા દેશના જવાનો શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી,રણ હોય કે પહાડ આપણી બધા ની રક્ષા માટે આ વીર જવાનો દિવસ રાત ખડે પગે રહે છે અને આપણા દેશની રક્ષા કરે છે. આવા સંજોગોમાં ઘણી વખત અણધારી આફત આવી જતી હોય છે.
અને જવાન શહીદ થતા હોય છે તો ક્યારેક દુશ્મન ની ગોળી નો સામનો કરવો પડતો હોય છે. આવી જ રીતે જવાનનો જીવ ગયો અને દેશ માટે શહીદ થયા છે.
ગૌરાંગ ભોડસી ગામનો જવાન દેશ માટે શહીદ થયો છે અને આ જવાનની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ જવાન શહીદ થતા તેના ગામમાં માતમ છવાઇ ગયો હતો અને બધી બાજુ ફેલાઈ ગયું હતું.
21 વર્ષીય શહીદ જવાન તરૂણ શર્મા દોઢ વર્ષ પહેલાં જ રાજપૂત રેજિમેન્ટમાં ભરતી થયા હતા. તરુણ ના પિતા નંદ કિશોર થોડા મહિના પહેલાં જ ભારતીય સેનાના 16 રાજપૂત બટાલિયન માંથી નિવૃત્ત થયા હતા.પિતા નિવૃત્ત થયા પછી તરુણ ની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હતી.
અને તેનું પોસ્ટિંગ જ સિયાચીન માં થયું હતું અને સિયાચીન માં બરફ ઘૂસી આવતા તરુણ શર્મા નીચે દબાયા હતા અને બાદમાં શહીદ થયા હતા અને આ સમાચાર ગામ લોકો ને મળતા જ આખા ગામમાં માતમ છવાયો હતો.
ભોડસી ગામના લોકો શનિવારે જવાન ના પાર્થિવ દેહ ની રાહ જોઈ ને સવારથી બેઠા હતા પરંતુ તરુણ નો દેહ પહોંચ્યો નહોતો અને સૂચના મળી હતી કે રવિવારે પાર્થિવ દેહ મળશે.તરુણ ના ઘર વાળા નું કહેવું છે કે તરુણ ના લગ્ન થયા નહોતા તેના લગ્ન ની વાતો ચાલી રહી હતી ત્યાં આ ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment