ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરી છે.
અને આમ આદમી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.
અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ અને શહેરોમાંથી સામાજિક અને ભાજપ અને કોંગ્રેસની કંટાળેલા રાજકીય નેતાઓ આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે. જેને લઇને આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો ખૂબ જ મજબૂત બની શકે છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા અને પ્રવિણ રામ અલગ-અલગ ગામડાઓમાં જઇને જનસંવેદના કાર્યક્રમ યોજે છે.
ત્યારે હવે આમ આદમી પાર્ટીના કામની રાજનીતિ થી પ્રભાવિત થઈને રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિને બદલવા માટે રાજકોટ શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજકોટ શહેરમાં વિવિધ રમતો જેવી કે હોકી, ફૂટબોલ, ખોખો, કબડ્ડી, બેડમિંટન જેવી રમત-ગમતના ટ્રેનરો આયુવાન સિંહ ચુડાસમા, ધર્મેશ યાદવ, ગિરિરાજ સિંહ ઝાલા
મિલાપભાઇ રુપારેલિયા, રાહુલ ભાઈ મકવાણા, ધર્મેન્દ્ર ભાઈ સોલંકી, પ્રકાશભાઈ પરમાર, દર્શન વ્યાસ સહિતના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ ઉપરાંત અન્ય 300 થી પણ વધારે કાર્ય કરો આમ આદમી પાર્ટીની વિચારણા સાથે જોડાયા છે અને આગામી સમયમાં પણ આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ વધી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment