હાલમાં તો સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે, મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવ્યા હોવાથી વિવાદ શરૂ થઈ ગયો હતો.
આ વિવાદે તો હાલમાં ભારે જોર પકડ્યો છે. હાલમાં તો આ સમગ્ર મામલાને લઈને સાધુ-સંતોએ પણ પોતાના નિવેદન આપ્યા છે. આ વિવાદને લઈને મોગલ ધામના મણીધર બાપુ અને મોરારીબાપુએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. કથાકાર મોરારીબાપુએ નિવેદન આપતા કહ્યું કે, આજકાલ દુનિયામાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે લોકો અનેક પ્રકારના કપટ કરી રહ્યા છે.
અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની વિશાળ અને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિની નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા અને સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે. ત્યારે હવે વિચારવાની જરૂર છે અને સમાજને જાગૃત થવાની જરૂર છે.
વધુમાં મોરારીબાપુએ કહ્યું કે, લોકો કહે છે કે બાપુ તમે બોલો. જ્યારે હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ ન બોલી. હવે તમે બધા બોલો. મોરારીબાપુ એ આપેલા આ નિવેદનની હાલના સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. સાળંગપુર હનુમાનજીના અપમાનના વિવાદ વિશે લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ મુદ્દાને લઈને તમારું શું નિવેદન છે તે કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો. મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર લોકો આ વિવાદિત ચિત્રને હટાવવાની માંગ કરી રહ્યા છે અને માફી પણ માંગવાનું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment