મમતાના ગઢમાં મોદીનો હુંકાર, પ્રધાનમંત્રી મોદી ની રેલી પહેલાં થયું એવું કે…

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખ ના એલાન બાદ પ્રધાનમંત્રી મોદીની પહેલી રેલી હતી અને જેમાં પ્રધાનમંત્રી મોદી આવે તે પહેલા મીથુન ચક્રવતી ભાજપમાં સામેલ થયા હતા.સંબોધનની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારા રાજકીય જીવનમાં આવું દ્રશ્ય મે કયારેય નથી જોયું કે.

મેં હેલિકોપ્ટરથી જોયું રસ્તાઓ પર કેટલા લોકો દોડી રહ્યા હતા.અને અહીંયા પહોંચી પણ નહીં શકે.પ્રધાનમંત્રી મોદીની સભામાં જયશ્રીરામ અને ભારતમાતાની જય ના નારાઓ ગુંજી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે.

આ ધરતી આપણા સંસ્કારોની ઉર્જા આપે છે અને બંગાળ ની આ ધરતીએ ભારતની આઝાદીના આંદોલનમાં નવા પ્રાણ ફૂંક્યા હતા.આ ધરતી એ ભારતનું ગૌરવ વધાર્યું છે.પણ મમતા દીદીએ બંગાળને દગો આપ્યો છે.પ્રધાનમંત્રીએ કહ્યું.

કે મંગળવારે પરિવર્તન માટે મમતા દીદી પર ભરોસો કર્યો હતો પરંતુ તેઓ એ લોકોના ભરોસો તોડ્યો છે અને બંગાળને અપમાનિત કર્યું છે.પ્રધાનમંત્રી મોદી કલકત્તા પહોંચે.તે પહેલા મિથુન ચક્રવર્તી બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચ્યા જ્યા.

તેઓએ ભારતીય જનતા પાર્ટીને ભગવો ધારણ કરી લીધો અને આ સાથે જ તેઓએ ભારતીય જનતા પાર્ટી નો ઝંડો પણ લહેરાવ્યો હતો. નોંધનીય છે કે કોલકાતા બ્રિગેડમાં પ્રધાનમંત્રી મોદીની રેલીમાં સામેલ થવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*