દેશમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઘટતી રહે છે તો એવું ન માનો કે કોરોના જતો રહ્યો છે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. સંક્રમણ ઓછું થતાં જ ભીડવાળી જગ્યાએ કોરોના નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભીડવાળી જગ્યાઓ પર લોકોને કોરોના નિયમનું પાલન ન કરતાં જોઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું કે બેદરકારી માટે કોઈ જગ્યા ન આવવી જોઈએ. તમારી એક નાનકડી ભૂલને કારણે જીવનભર પરિણામ ભોગવવું પડશે.
ઉપરાંત મંત્રીમંડળના વિસ્તારના એક દિવસ બાદ કેબિનેટ ના સભ્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરતા કહ્યું કે કોરોનાની મહામારી ના વિરોધમાં ભારત દેશ ની લડાઈ ચાલુ છે.
દેશમાં રસીકરણ અને કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોનાની મહામારી વચ્ચે બેદરકારી ન વર્તવાની સલાહ આપી છે.
મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલમાં મહિનાઓમાં સંક્રમણના જેટલા મામલા સામે આવી રહ્યા છે તેના કરતા પણ હવે ઓછા મળી રહ્યા છે. પરંતુ લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવું જોઈએ. તમારે યાદ રાખવું જોઈએ કે કોરોનાનો સંકટ હજુ પણ ગયો નથી.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓને કહ્યું કે જનતાને તમામ પ્રકારની ને સાવધાની રાખવા આગ્રહ કરવો જોઈએ. જેના કારણે આવનારા સમયમાં દેશમાંથી કોરોના નું સંક્રમણ દૂર થઈ શકે. ઉપરાંત મંત્રીઓએ સમય પર કાર્યાલય પહોંચવું અને પોતાની શક્તિથી મંત્રાલયનું કામ કરવા લગાવવા કહ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે કોરોના 93 કેસ નોંધાયા હતા. ઉપરાંત કોરોના ના કારણે 3 દર્દીઓને મૃત્યુ થયા હતા. દિલ્હીમાં સંક્રમણનો દર 0.12 ટકા પર યથાવત્ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment