અક્ષરધામ મંદિર આ તારીખથી ભક્તો માટે ફરી ખુલ્લું મુકાશે, જાણો વિગતો.

Published on: 11:08 am, Fri, 9 July 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ના કારણે મોટા ભાગના ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતમાં આવેલું અક્ષરધામ મંદિર કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને ફરી એક વખત ભક્તો માટે ખુલ્લું મુકાશે.

ગાંધીનગર ખાતે આવેલું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર અષાઢી બીજના દિવસે સવારે 10 વાગે ફરીથી ભક્તો માટે ખૂલ્લુ મુકાશે. કોરોનાની મહામારી ના કારણે 9 એપ્રિલે ગાંધીનગર અક્ષરધામ મંદિર બંધ કર્યું હતી.

પરંતુ હવે ગાંધીનગર અક્ષરધામ મંદિર ખુલ્લું મૂકી દીધું છે. સવારના 10 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ઉપરાંત અક્ષરધામ મંદિરના દર્શન, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ, પ્રદર્શન ખંડો, bookstore અને વોટર સો પણ દર્શન નિહાળી શકશો.

ભક્તોને અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું પડશે. સમગ્ર મંદિરના પરિસરમાં ભક્તોને સતત માસ્ક પહેરીને રાખવું પડશે.

તેમજ સામાજિક અંતર નું પાલન કરવું પડશે. સામાન્ય તાપમાન થી વધુ તાપમાન ધરાવતા લોકોને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી એ દિવસે ગાંધીનગર અક્ષરધામ મંદિર શરૂ થશે. ઉપરાંત તે દિવસ સિવાય દર સોમવારે અક્ષરધામ મંદિર બંધ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!