ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું, જાણો શા માટે?

Published on: 9:58 am, Fri, 9 July 21

આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. તેવામાં ગુજરાતમાં આદમી પાર્ટીમાં પણ જૂથવાદ છતો થાય છે. ત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ મહિપત સિંહ ચૌહાણે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

મહિપતસિંહ ચૌહાણની થોડાક દિવસ અગાઉ જ યુવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાના રાજીનામા અંગે મહિપત સિંહ ચૌહાણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે.

રાજીનામું આપવાનું કારણ છે કે બનાસકાંઠાના દાતા ખાતે ના કાર્યક્રમને લઈને વિવાદો ઊભા થયા હતા જે બાદ આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ પદ પરથી મહિપતસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હજુ તો આખી ટીમ બની નથી તે પહેલાં જ પદ અધિકારીઓ રાજીનામું આપી દીધું છે. મહિપત સિંહ ચૌહાણ સોશિયલ મીડિયામાં લઈને પોતાના રાજીનામા અંગે જાહેરાત કરી અને કહ્યું કે ‘પાર્ટી ને મારે ઉપર સુધી પહોંચાડવી હતી પણ મારે જે રીતે કામ કરવું છે તે કામ કરવા મળ્યું નથી’.

ઉપરાંત તેમને કહ્યું કે મને પાર્ટીમાં પુરતી છૂટ સાથે કામ કરવા મળતું નથી. બનાસકાંઠામાં દાંતામાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા પરંતુ મહિપત સિંહ ચૌહાણ કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ તેને પ્રદેશમાંથી ફોન કરીને કાર્યક્રમની મનાઈ કરી દેવાઈ હતી.

અને મહિપતસિંહ ને પાટી ના તમામ કાર્યક્રમોનો પ્રોટોકોલ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય કોઇ કારણોસર મહિપતસિંહ નારાજ થયા હતા ત્યારબાદ તેમણે પોતાને કામ કરવાની બંધન માંથી રાજીનામું આપી દીધું હતું આવી વાત સામે આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!