ફોનને ચાર્જ કરવા માટે અથવા ટીવી ચલાવવા માટે હવે તમારે વીજળીની જરૂર નહીં પડે.તમે પોતાના યુરીન થી વીજળી ઉત્પન્ન કરીને ઘરમાં જેટલી ઈચ્છો તેટલી વીજળી ઉત્પન્ન કરી શકશો.એક રિપોર્ટ અનુસાર પેશાબ થી બનતી વીજળી પર કરવામાં આવી રહેલું રિસર્ચ સફળ થઈ ગયું છે.
તેની સાથે લોકોને ભવિષ્યમાં સૌર અને વાયુ ઊર્જાની સાથે જ પી પાવર થી પણ વીજળી ઉત્પન્ન કરવાનો વિકલ્પ મળી જશે.ઊર્જાનો આ વિકલ્પ ખૂબ જ સસ્તો છે.બ્રિટનના બ્રિસ્ટલ માં રિસર્ચર ની એક ટીમે માનવ મળ અને પેશાબ થી બનાવવામાં આવતું નવું સ્વચ્છ ઉર્જા ઇધન સેલ વિકસિત કરવામાં આવ્યું છે.
આ સેલ માનવના મળ મૂત્ર ને વીજળીમાં બદલી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે કે સેલ થી બનેલી વીજળીથી તમે આખો દિવસ ઘર ને રોશન કરી શકો છો.આ રિપોર્ટ અનુસાર આ પી પાવર પ્રોજેક્ટ ને બે વર્ષ પહેલા ગ્લાસ્તોનબુરી ફેસ્ટિવલ મા બધાની સામે દર્શાવવામાં આવ્યું હતું.
જ્યાં વૈજ્ઞાનિકોએ આ વાતને પૂર્વ કરી હતી કે ટોપલટ્સ ના યુરિન થી વીજળી પેદા કરી શકાય છે.ત્યાર બાદ યુરિન થી વીજળી બનાવીને મોબાઈલ ફોન,લાઈટ,ટીવી અને ઘરોને રોશન કરવાના મિશન પર કામ શરૂ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment