ગુજરાત રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં જળ સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં આગામી સમયમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને પાક બળી જવાની ચિંતા રહેશે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉપસાગર નું વહન સક્રિય થયું છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 29 ઓગસ્ટથી દેશના મધ્ય ભાગમાં ચોમાસુ સક્રિય થશે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં દેશના 90 ટકા વિસ્તારમાં સારો એવો વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાનની શાળાના અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 6 સપટેમ્બર થી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે.
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં 30 અને 31 ઓગસ્ટે હવામાનમાં પલટો આવી શકે છે. ઉપરાંત રાજ્યમાં 3 થી 10 સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે 29 ઓગસ્ટથી એક નવી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે.
તેના કારણે રાજ્યમાં આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અનેક પંથકોમાં સારો એવો વરસાદ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment