ગુજરાત ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેશે તેવા એંધાણ છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં 24 થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે.
આવતીકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે. 22 તારીખ ના રોજ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે રાજ્યમાં 22 જુનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં ચોમાસું સારું રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થશે.
આ ઉપરાંત અમરેલી અને ગીરમાં પણ ભારે વરસાદની સંભાવના ઓછી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે.. આ તમામ વિસ્તારોમાં 22 જૂનથી 3 જુલાઈ સુધીમાં વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment