હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે, હવે ચોમાસું પૂરું થવાની આરે છે
ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે જ્યારે આગામી 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી હતી, ભારે વરસાદને કારણે નદી, નાળા અને જળાશયોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું જેથી અનેક જિલ્લાઓમાં રોડ રસ્તા અને વીજ પોલને નુકસાન થયું હતું તો ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોના પાકને પણ નુકસાન જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.હવે માન ખેડૂતોની સ્થિતિ થાળે પડી છે ત્યારે ફરી વરસાદ સંકટ જોવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment