ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, કેન્દ્રની મોદી સરકાર લાવી રહી છે આ યોજના

65

કેન્દ્રની મોદી સરકારે મેગા ટેકસટાઈલ પાર્ક બનાવવાની મંજૂરી આપી છે.4000 કરોડના ખર્ચ વાળી આ યોજનાથી લાખો લોકોને રોજગારી મળશે.કાપડ ઉદ્યોગ માટે સારા સમાચાર ગણી શકાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારે કાપડ અંગે ત્રીજો મોટો નિર્ણય લીધો છે.

આ યોજનાથી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, ઓડીશા જેવા રાજ્યોની મદદ કરવામાં ઘણી મદદ થશે.ભારત કાપડ ઉદ્યોગમાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે.આ ક્ષેત્રોમાં નિકાસ ટેક્સટાઇલ પાર્ક મારફતે સુધારવાની તૈયારીમાં છે.

સરકાર એક સંકલિત કાપડ પાર્ક બનાવી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો એક જગ્યાએ સંખ્યાબંધ ફેક્ટરી એકમો સ્થાપિત કરે છે. કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત તમામ મૂળભૂત બાબતો જેવી કે ઉત્પાદન,બજાર જોડાણ માટેની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર આંતરરાષ્ટ્રીય ધોરણો અને ધ્યાનમાં રાખીને તેનો વિકાસ કરે છે.

હવે 10 એકર માં પાર્ક બનાવવામાં આવશે.સરકાર તેમા રોકાણ માટે પ્રોત્સાહન આપશે.આ પ્રોત્સાહન બે હપ્તામાં બહાર પાડવામાં આવશે. પ્રથમ 60 ટકા અને બીજો 100 ટકા પર આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!