ગુજરાત માં આગામી બે દિવસ ઠંડી પડવાની હવામાન વિભાગ ની આગાહી કરવામાં આવી છે.ફેબ્રુઆરી માં પ્રથમ અઠવાડિયામાં ઠંડી ની અસર ઘટશે એવું હવામાન વિભાગે જણાવી રહ્યુ છે.ગુજરાત માં 27 થી 31 જાન્યુઆરી સુધી ગુજરાત માં ઠંડી પડવાની શક્યતા હતી.
અને રાજ્યમાં થોડુક ઠંડી નું જોર વધ્યું છે.ઉતર ગુજરાત અને કચ્છ પંથકમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.આ વિસ્તારના મોટાભાગ ની શહેર નું લઘુતમ તાપમાન 8 ડિગ્રી થી પણ નીચે ગયું છે. સૌરાષ્ટ્ર માં કોલ્ડવેવ ની આગાહી યથાવત છે.
અમદાવાદ,ગાંધીનગર,સુરત સહિતના જિલ્લામાં રવિવાર સુધી ઠંડી નું જોર વધશે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યું કે ફેબ્રુઆરી ની શરૂઆત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.જેના કારણે ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ઉત્તર પ્રદેશ થી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે.7 ફેબ્રુઆરી સુધી માં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે.8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન હવામાન ના પલટો આવશે.
અને વાદળો વિખરાતા ફેબ્રુઆરી માસમાં પણ કાતિલ ઠંડી ને વેગ મળી શકે છે.ખેડૂતો ને એલર્ટ કરવા અંગે તેમણે જણાવ્યું કે ઠંડીની શક્યતાઓ ઉભાકૃષી પાકોમાં હિમ પડવાની શક્યતાઓ રહેલી હોવાથી પિયત વ્યાપક પ્રમાણમાં કરવું હિતાવહ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment