સૌરાષ્ટ્ર ના આ પાટીદાર દિગ્ગજ નેતાએ ભાજપ માંથી આપ્યું રાજીનામુ, ભાજપ ને લાગ્યો મોટો ઝટકો.

Published on: 4:46 pm, Sat, 30 January 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભંગાણ થયું છે.જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ થયું છે.જૂનાગઢના પાટીદાર આગેવાન અને પૂર્વ મહામંત્રી નીતિન ફળદુ એ ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે.તેમને માત્ર ટિકિટ અને મંત્રી બનવા આવતા નેતાઓ સામે નારાજગી વ્યકત કરી છે.

તેઓએ જવાહર ચાવડા ને ભાજપમાં લઈને મોટું પાપ કર્યું હોવાનો રાજીનામા માં ઉલ્લેખ કર્યો છે.તેઓએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને રાજીનામું આપ્યું છે.તેઓએ રાજીનામા માં લખ્યું છે.

કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કડવા પટેલ સમાજને અન્યાય થતો હોય તેનો ચોક્કસ કારણો ઘણો સમયથી જાણવા મળેલ છે.પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકાર જીલીને પણ ભાજપ સાથે રહો હતો.

પાટીદાર અનામત આંદોલન જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસ માંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચુ વ્યક્તિઓ આજે તે જ લોકો ભાજપમાં ટિકિટ આપવાની શરતે પાર્ટીમાં જોડાયેલા હોય.

એ ખૂબ દુઃખ ની બાબત છે.ભાજપે કોંગ્રેસ માંથી ભાજપ માં જોડવાનું અભિયાન શરૂ કર્યું તે યોગ્ય છે,પણ પાટીદાર સમાજના આ અભિયાન શરૂ કર્યું તે ખૂબ ગંભીર નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!