ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીથી ગુજરાતની જનતા ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. કેરળમાં આ વર્ષે 27 મેની આસપાસ ચોમાસાનું આગમન થઇ શકે છે.
સામાન્ય રીતે દર વર્ષે સૌપ્રથમ કેરળમાં વરસાદ બાદ મુંબઈમાં અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. હવામાન વિભાગ દ્વારા દેશના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે.
અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, આ વર્ષે દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદ પડશે. 10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ જશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, સુરતની આસપાસ ચોમાસાનું આગમન 15 જૂન સુધીમાં થઈ જશે.
20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ગુજરાત રાજ્યમાં વરસાદ સારો રહેશે. અંબાલાલ પટેલના કહેવા મુજબ, કેરળમાં વરસાદનું આગમન થયા બાદ 15 થી 20 દિવસમાં ગુજરાત રાજયમાં વરસાદનું આગમન થતું હોય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દેશના દક્ષિણ ભાગમાં આગામી ચારથી પાંચ દિવસ અનેક રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં જુન મહિનાના પ્રારંભ પહેલા જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. 15મી જૂન બાદ ચોમાસાનું આગમન ગુજરાત રાજ્યમાં થઈ શકે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાનું આગમન થોડુંક મોડું થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment