રાજકોટમાં 23 વર્ષીય ગ્રાફિક્સ ડિઝાઈનરે પોતાની ઓફિસમાં ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધો – જાણો શા માટે આ પગલું ભર્યું હશે…

Published on: 2:40 pm, Mon, 23 May 22

રાજકોટમાં વધુ એક જીવ ટૂંકાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના ગાયત્રીનગરમાં આજરોજ એક 23 વર્ષના યુવકે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ ઘટના બનવાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, યુવકે ધંધો ન ચાલતો હોવાના કારણે આ પગલું ભર્યું હશે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ વિવેક કલ્પેશભાઈ સોરઠીયા હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી.

તે 150 ફૂટ રીંગ રોડ પર લક્ષ્મણજુલા સોસાયટીમાં રહેતો હતો. તે એક ગ્રાફિક ડિઝાઇનર હતો. આજરોજ વિવેક સોરઠીયા ગાયત્રીનગરમાં તેની ગ્રાફિક ડિઝાઇનરની ઓફિસમાં ઝેરી ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિવેકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિવેક તેના મોટાભાઈ સાથે ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનરની ઓફિસ ચલાવતો હતો.

લોકડાઉન બાદ વિવેકનો ગ્રાફિક ડિઝાઇનિંગનો ધંધો ભાંગી પડ્યો હતો. જેથી વિવેકે આર્થિક ભીંસથી કંટાળીને આ પગલું ભર્યું હશે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસની તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનું સુસાઇડ નોટ મળી નથી.

આ ઘટના બન્યા બાદ પોલીસે વિવેકના મિત્રો અને પરિવારજનોના નિવેદન લીધા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિવેકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. વિવેકી કયા કારણોસર આ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં 23 વર્ષીય ગ્રાફિક્સ ડિઝાઈનરે પોતાની ઓફિસમાં ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધો – જાણો શા માટે આ પગલું ભર્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*