ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. ભારે ગરમીના કારણે ગુજરાતની જનતા પરેશાન થઈ ગઈ છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદને લઇ લે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જો આ વિસ્તારોમાં વરસાદ પડ્યો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને લોકોને ગરમીથી થોડીક રાહત મળશે.
ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદના સમાચાર સામે આવતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ગુજરાત રાજ્યમાં મોટેભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે ની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
જો ઉનાળાની ગરમીમાં કમોસમી વરસાદ પડયો તો ખેડૂતોને પાકમાં નુકસાન થાય છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ અને સુરત શહેરમાં આગામી દિવસોમાં તાપમાન વધી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દરિયા કિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે.
આ ઉપરાંત આગામી પાંચ દિવસ અનેક શહેરોમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. હાલમાં અનેક શહેરોમાં ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ પણ આગામી સમયમાં તાપમાનનો પારો વધી શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment