સુરતમાં નાનકડી એવી વાત પર એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના..

Published on: 11:40 am, Thu, 7 April 22

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પુણા વિસ્તારમાં આવેલા સરોલીમાં એક યુવક બાઈકને લાત લગાવતો હોય છે.

ત્યારે બાઇકના માલિક સાથે યુવકની માથાકૂટ થઇ જાય છે. આ માથાકૂટમાં યુવક બાઇકના માલિકને ધક્કો લગાવે છે. જેના બાઇક માલિક નીચે પડી જાય છે. આ ઘટનામાં બાઇક માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થાય છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવક સામે જીવ લેવાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર પુણાન વિસ્તારમાં મેતો હિતેશ રવિવારના રોજ રાત્રે પોતાના મિત્રો અજય અને પાર્થ સાથે પોતાની બાઈક પર સારોલી નાસ્તો કરવા માટે ગયા હતા.

તેઓ બાઈક પાર્ક કરીને નાસ્તો કરતા હતા. નાસ્તો કરીને પાછા આવે છે. ત્યારે હિતેશની બાઈક પર જયવીર નામનો એક યુવક બેસેલો હતો. હિતેશ યુવકની બાઇક પરથી નીચે ઉતરવાનું કહે છે. ત્યારે બાઇક પર બેઠેલો જયવીર કહે છે કે, થોડીક વારમાં ઉતરીશ. થોડીકવાર પછી જયવીર હિતેશની બાઇક પરથી નીચે ઉતરે છે.

ત્યારબાદ હિતેશ, અજય અને પાર્થ બાઇક પર બેસીને જવા નીકળતા હોય છે. ત્યારે જયવીર હિતેશની બાઈકને લાત લગાવે છે. ત્યારે હિતેશ નીચે ઉતરીને જયવીરને પૂછે છે તે બાઇકને લાભ કેમ લગાવી? ત્યારે ઉશ્કેરાયેલા જયવીર હિતેશનું ગળું દબાવીને તેને જોરથી ધક્કો લગાવે છે.

ત્યારબાદ જયવીર ત્યાંથી પોતાના મિત્ર સાથે ભાગી જાય છે. આ ઘટનામાં હિતેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોય છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. સારવાર દરમિયાન સોમવારના રોજ તેનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને જયવીરની ધરપકડ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં નાનકડી એવી વાત પર એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના.."

Leave a comment

Your email address will not be published.


*