હવે ગરમીના દિવસો પૂરા થવા જઈ રહ્યા છે અને ચોમાસાનું આગમન થવાનું છે, ત્યારે આપણા દેશના બધા ખેડૂતો ખૂબ જ ખુશ થઇ જશે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયેલું રહે છે. હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવે છે.
આ વર્ષે ચોમાસુ થોડું વહેલું આવવાનું છે. ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને ઘણી બધી આગાહીઓ કરવામાં આવે છે, ત્યારે એક આગાહી કરી છે કે આ વર્ષે કેરળથી ચોમાસુ ચાલુ થઇ જશે અને હાલમાં કેરળમાં વિધિવત ચોમાસુ ચાલુ થઈ ગયું છે.
હાલ સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન પણ ફૂંકાય રહ્યો છે ત્યારે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું ક્યારથી ચાલુ થશે.એવામાં અમે તમને જણાવી દઈએ કે બે દિવસોમાં કર્ણાટક અને પછી મુંબઈ અને ત્યાંથી દક્ષિણ ગુજરાતની આ વખતે ચોમાસુ ધમાકેદાર એન્ટ્રી લેશે અને ચોમાસાનું આગમન થવાનું છે.
ત્યારે આ વર્ષે 15 જૂન સુધીમાં ચોમાસુ ચાલુ થવાનું છે. આમ તો આ વર્ષે 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટાં પણ ચાલુ થઇ જશે અને સાથે સાથે હવામાન વિભાગના નિષ્ણાત ચોમાસા અંગે આગાહીઓ પણ કરી છે કે આ વર્ષે કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડશે. શરૂઆતમાં પણ સારો એવો વરસાદ ગુજરાતમાં થવાનો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે.
દર વર્ષ કરતાં આ વર્ષે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ઓછો વરસાદ થશે અને જુલાઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ખૂબ લાંબુ અંતર ધરાવે છે, ત્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં અંદાજે 40 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં 30 ઇંચ કરતા વધારે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 100 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.જૂન મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 8 ઇંચ દક્ષિણ ગુજરાતમાં 20 ઇંચ અને સૌરાષ્ટ્રમાં 20 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment