વરસાદના ઘટાડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે…

Published on: 6:16 pm, Thu, 14 July 22

ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા થી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડોક વિરામ લે. તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે.

હવામાન નિશાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 17 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને કેટલાક વિસ્તારોમાં વરસાદે તો તબાહી મચાવી દીધી છે. ત્યારે આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 16મી જુલાઈ બાદ ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 જુલાઈ બાદ ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 24 થી 30 જુલાઈ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

જ્યારે 24 થી 26 જુલાઈ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, 17 જુલાઈ બાદ વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે.

અહીં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના સુબીરમાં 9.44 ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 8.52 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં ખેરગામમાં 7.56 ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરાના ડભોઇમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વાસદમાં 6.88 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં વાપીમાં 6.88 ઇંચ વરસાદ નોંધાયો છે.

નર્મદાના નાદોદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામા 6.08 ઇંચ વરસાદ નોંધાયો છે. કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સરેરાશ 46.70%ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વરસાદના ઘટાડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે…"

Leave a comment

Your email address will not be published.


*