ગુજરાત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વર્ષે રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ભુક્કા બોલાવતી ગરમી પડી છે. ખૂબ જ ભારે ગરમીના કારણે ગુજરાતની જનતા પરેશાન થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને આસપાસ પહોંચી ગયું છે.
હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીને લઈને રવિવારે અને શનિવારના રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભારે ગરમી વચ્ચે આ વર્ષે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી કરી દીધી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી થશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું રહેશે.
ગરમીની વાત કરીએ તો રાજ્યમાં 17 મે સુધી ભારે ગરમીનો અનુભવ રહેશે. 17 મે બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 25 મે થી 8 જૂન વચ્ચે સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થશે. આ ઉપરાંત 20 એપ્રિલથી 26 એપ્રિલ વચ્ચે રાજ્યમાં તાપમાન 46-47 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે ગયા વર્ષ કરતા વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું રહેશે. ચોમાસાની શરૂઆત વહેલા થતાં ખેડૂતો અને સારું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment