ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમીથી 90 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા ઓછી છે.
આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે અને દરિયાઈ વિસ્તારની આસપાસ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં શાહિનને કારણે વરસાદની શક્યતાઓ વધી ગઈ છે.
આ ઉપરાંત અમદાવાદમાં શહેરી વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 3 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગાહી અનુસાર આગામી 48 કલાકમાં વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કુલ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ નો સમાવેશ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment