રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આગામી ત્રણ દિવસ…

ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારથી લઈને શનિવાર સુધી હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગાહી અનુસાર વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, દમણ સહિતના અનેક જગ્યાઓ માં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, ખેડા, મહિસાગર માં હળવા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં શુક્રવાર સુધીમાં નવસારી, વલસાડ અને રાજ્યના અનેક પંથકોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત શનિવારના રોજ સુરત, ભરૂચ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં વરસાદ લાંબો વિરામ લીધો હતો.

જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો હજુ પણ ખેડૂતોને વરસાદ માટે રાહ જોવી પડે છે. જો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને પાક બળી જવાની ચિંતા સતાવશે.

રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ નહિવત દેખાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*