આજકાલમાં અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે રાજસ્થાનમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના રાજસ્થાનના બસ્સી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં એક બાઇક અને એક કારની ટક્કર થઈ હતી.
સમગ્ર અકસ્માતમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી મુજબ એક કાર ચિત્તોડ થી કોર્ટ તરફ જઈ રહી હતી.
ત્યારે રોંગ સાઈડમાં એક બાઈક પર બે મુસાફરો સામેથી આવી રહ્યા હતા. આ દરમિયાન કાર અને બાઈક વચ્ચે ટક્કર લાગી હતી. આ ઉપરાંત એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ગામમાં જવા માટે રોંગ સાઈડમાં જવું પડે તે માટે બાઈક સવાર સાઈડમાં ચાલી રહ્યા હતા.
રોડ પર વળાંકના કારણે સામેથી આવતી બાઈકને બાઇક સવાર જોઈ ન શક્યા અને બંને વચ્ચે ટક્કર થઇ ગઇ હતી.
મળતી માહિતી મુજબ બાઈક પર સવાર બંને યુવકોના નામ સામે આવ્યા છે જેમાંથી એકનું નામ કાળુ લાલ જાટ ઉંમર 45 વર્ષની છે. હવે બીજા વ્યક્તિનું નામ ભગીરથ જાટ 60 વરસના હતા.
અકસ્માત થતા બંને બાઇક સવારોને ઈજા પહોંચી હતી અને આસપાસના લોકોએ દોડી આવીને એમ્બ્યુલન્સને બોલાવી ને બંને ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને વ્યક્તિના મૃત્યુ થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!