ગુજરાત રાજ્યની જનતા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગુજરાત રાજ્યની જનતાને ટૂંક જ સમયમાં ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
આજરોજ રાજ્યમાં ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, જુનાગઢ, તાપી, અમરેલી, ભાવનગર, વલસાડ અને ગીર સોમનાથમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે ભાવનગર, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, અમદાવાદ અને અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.
રવિવાર ની વાત કરીએ તો રાજ્યમાં ભાવનગર, અમદાવાદ, વલસાડ, આણંદ, નવસારી ખેડા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ અને અમરેલીમાં વરસાદ રેલમછેલ કરી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારના રોજ નવસારી, સુરત, ડાંગ, તાપી, વડોદરા, ભરૂચ ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે.
કેરળમાં ચોમાસાનાં આગમન થયા બાદ ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા, બનાસકાંઠા અને અનેક રાજ્યોમાં વરસાદ પડતાં ત્યાંના લોકોને ગરમીથી રાહત મળી હતી. અમરેલીના લાઠીમાં 2.76 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગુજરાત રાજ્યમાં ભીમ અગિયારસ બાદ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 15 જૂન સુધીમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ જશે. આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment