એક યુવકે બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, 2 કલાક બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું…

Published on: 10:27 am, Fri, 10 June 22

દેશમાં દિવસેને દિવસે જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. લગભગ 30 વર્ષના યુવકે નર્મદા નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

આ ઘટના બરવાની શહેર નજીક છોટી કસરાવાડ સ્થિત નર્મદા નદી બનેલા મોટા ફૂલ પર બની હતી. ગુરૂવારના રોજ એક યુવક અહીં આવ્યો હતો અને પુલ પરથી નર્મદા નદીમાં મૃત્યુની છલાંગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર બ્રિજ પર તૈનાત એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર ત્યારબાદ એસડીઆરએફની ટીમે નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ નર્મદા બ્રિજ પાસેથી યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા યુવકનું નામ નરેન્દ્ર હતું. મૃત્યુ પામેલો યુવક બાલકુઆ જિલ્લા બરવાની ગામનો રહેવાસી હતો, તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

જેના કારણે પોસ્ટમોર્ટમ રૂમની બહાર પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું અને કેટલા વાગે તે નદીમાં કૂદી ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક યુવકે બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, 2 કલાક બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું…"

Leave a comment

Your email address will not be published.


*