આ વર્ષે વરસાદ ખૂબ જ ધૂમ મચાવી છે. તેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યા બાદ પણ ઠંડીનો જરાક પણ અનુભવ થયો નથી. રાજકોટ,કંડલા, સુરત,અમદાવાદ આપણા શહેરોમાં વરસાદ ખૂબ જ ધોધમાર પડ્યા હોવા છતાં તાપમાન ૩૬ ડિગ્રીને આંબી ગયું છે.
રાજકોટ શહેરમાં કોરોના સાથે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ 35 થી 36 ડિગ્રી આસપાસ રહે છે. સવાર ના રોજ ભેજનું પ્રમાણ 85% જોવા મળે છે અને આઠ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે રાજ્યમાં જ ચારે તરફથી ગરમીનું વાતાવરણ જોવા મળે છે.
રાજકોટ પછી કંડલા શહેરમાં પણ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. કંડલા એરપોર્ટ પર ગરમીનું પ્રમાણ માપવામાં આવ્યું ત્યારે ત્યાં પણ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું.
તેમજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં શહેરોમાં તાપમાન ખૂબ જ વધી રહ્યું છે રાજકોટ શહેરમાં આજનુ તાપમાન ૩૪થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ છે. ભાવનગર જિલ્લાનું ૩૫, પોરબંદરમાં ૩૩,વેરાવળમાં ૩૪ , સુરેન્દ્રનગરમાં ૩૪, કંડલામાં ૩૬, અમરોલીમાં ૩૪, મહુવામાં ૩૪, આશરે તાપમાન બધા રાજ્યોમાં 35 ડિગ્રી આસપાસ જોવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment