હવામાન વિભાગની આગાહી : ગુજરાત રાજ્યમાં આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Published on: 9:33 am, Thu, 17 June 21

આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ગયા વર્ષ કરતા પહેલા થઈ ગયું છે. આ ઉપરાંત ગુજરાતના દક્ષિણ ભાગમાં ચોમાસુ ધીમે ધીમે સક્રિય બનીને આગળ વધી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદમાં મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો.

તો આજે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આજે મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, વલસાડ, નવસારી, તાપી માં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડે તેવી શક્યતા છે.

આ ઉપરાંત રાજ્યમાં 17થી 20 જૂન દરમ્યાન સૌરાષ્ટ્ર પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ વગેરે વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે અમદાવાદ માટે સારા સમાચાર આવ્યા કારણ કે અત્યાર સુધી અમદાવાદીઓ કડક ગરમીના કારણે તપી રહ્યાં હતા પરંતુ ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદ ખાવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વરસાદ ની આગાહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે તેવી શક્યતા.

ગુજરાત રાજ્યમાં કચ્છ સિવાય જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે તેવી જાણકારી હવામાન વિભાગે આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દરિયાકિનારે દરિયો ન ખેડવાની સુચના આપી છે. આગાહી મુજબ રાજ્યમાં 17થી 18 જૂન દરમ્યાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગની આગાહી : ગુજરાત રાજ્યમાં આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે."

Leave a comment

Your email address will not be published.


*