સોશિયલ મીડિયામાં તમે ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. કેટલાક અકસ્માતના એવા વિડિયો હોય છે જે જોઈને આપણો શ્વાસ પણ અધ્ધર થઈ જતો હોય છે અને ઘણી અકસ્માતના વિડીયો જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આંધ્ર પ્રદેશના તિરુપતિ નજીક ચંદ્રગીરી બાયપાસ રોડ પર એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. ટ્રેક્ટર અને મર્સિડિઝ બેન્ઝ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાલમાં આ ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે.
મિત્રો ટ્રેક્ટર અને મર્સિડિઝ બેન્ઝ કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવતું હતું. રોંગ સાઈડમાં જઈ રહેલા ટ્રેક્ટરે મર્સિડિઝ બેન્ઝ કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટરના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
અકસ્માતની ઘટના જોનાર લોકોના તો રુવાટા ઉભા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં કારચાલક અને ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. મિત્રો અકસ્માતની ઘટના બન્યા બાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, મર્સિડિઝ બેન્ઝ કારના એક ભાગને સારું એવું નુકસાન પહોંચ્યું છે.
ત્યારે થોડીક આગળ એક ટ્રેક્ટર પડેલું છે. પરંતુ ટ્રેક્ટરના બે ભાગ થઈ ગયા છે. એક ભાગ મર્સિડિઝ બેન્ઝ કારની નજીકમાં અને બીજો ભાગ તેનાથી ખૂબ જ દૂર પડેલો જોવા મળી રહ્યો છે. ટ્રેક્ટરના પાછળના ભાગ સાથે ટ્રોલી પણ જોઈન્ટ હતી. તે આ અકસ્માતની ઘટનામાં પલટી ખાઈ ગઈ હતી.
मर्सिडीज से टक्कर के बाद दो हिस्सों में टूट गया ट्रैक्टर…
घटना के बाद लोगों को ‘साइरस मित्री’ की याद आ गई…
Location: Near #Tirupati, #Andhraprdesh, #India pic.twitter.com/2jQaNJMbm5
— Gurmeet Singh, IIS 🇮🇳 (@Gurmeet_Singhhh) September 27, 2022
વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રેક્ટરની ટ્રોલીમાં માટી ભરેલી હશે. કારણ કે રોડ ઉપર ચારેય બાજુ માટી વિખરાઈ ગયેલી પડેલી છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment