માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 3 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના કરુણ મૃત્યુ… એક સાથે 2 મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!

Published on: 8:06 pm, Thu, 29 September 22

અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર ત્રણ મિત્રોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જેમાંથી 2 મિત્રોના કરુણ મૃત્યુ થયા છે અને એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના નેશનલ હાઇવે 58 પર બુધવારના રોજ મોડી રાત્રે બની હતી.

બાઈક પર સવાર ત્રણ મિત્રોને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે મિત્રોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા મિત્રને સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 23 વર્ષીય મધુસુદન, 20 વર્ષીય સાંવરમલ અને 18 વર્ષીય ચંદ્રપ્રકાશ નામના ત્રણ મિત્રો બુધવારના રોજ સાંજે બાઈક પર સવાર થઈને સયાન માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને ત્રણેય મિત્રો મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસની કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ચંદ્રપ્રકાશને સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મૃતક યુવકોના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે અકસ્માતની ઘટનાની જાણ ગામના લોકોને થતા ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. એક જ સાથે બે મિત્રોની અર્થી ઉઠશે. આ ઘટના બંધા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 3 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના કરુણ મૃત્યુ… એક સાથે 2 મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!"

Leave a comment

Your email address will not be published.


*