કારચાલકની નાનકડી એવી ભૂલના કારણે, બાઈક સવાર બે યુવકો ટ્રકની નીચે કચડાઈ ગયા – વીડિયો જોઈને રુવાડા ઊંચા થઈ જશે…

Published on: 4:46 pm, Thu, 29 September 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મિત્રો ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકની બેદરકારીને કારણે બાઈક પર સવાર બે યુવકો એક ટ્રકની ઝપેટમાં આવી ગયા હતા. બેંગ્લોરમાં પોલીસે બેદરકાર લોકોની જાગૃત કરવા માટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક કાર ચાલકની ભૂલના કારણે બાઇક ચાલક બે યુવકો મોતના મોમાં ધકેલાઈ જાય છે.

અકસ્માતની ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, સામેથી એક બાઈક પર સવાર થઈને બે યુવકો આવી રહ્યા છે. ત્યારે રસ્તાની સાઈડ પર ઉભેલી કારમાં બેઠેલો એક વ્યક્તિ આગળ પાછળ જોયા વગર ઘરનો દરવાજો ખોલે છે. જેના કારણે બાઇક ચાલક યુવક કાંઈ સમજે તે પહેલા તો તે કારના દરવાજા સાથે અથડાય છે.

જેના કારણે બંને યુવકો ફંગોળાઈને રસ્તા પરથી જઈ રહેલા ટ્રકની ઝડપમાં આવી જાય છે. જેમાં બાઈક ચાલક યુવકના શરીર ઉપરથી ટ્રક પસાર થઈ જાય છે અને ટ્રકની ટક્કરના કારણે પાછળ બેઠેલો યુવક ફંગોળાઈને દૂર જઈને પડે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટના બાદ ટ્રક ચાલક આગળ જઈને ટ્રક પર બ્રેક લગાવે છે. આ અકસ્માતની ઘટના ક્યાની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક યુવકો સાથે શું થયું તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હશે. લોકો આવી બેદરકારી ન કરે તે માટે બેંગ્લોર પોલીસ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારચાલકની નાનકડી એવી ભૂલના કારણે, બાઈક સવાર બે યુવકો ટ્રકની નીચે કચડાઈ ગયા – વીડિયો જોઈને રુવાડા ઊંચા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*