પોલીસ સાથે ડિસ્ટાફ બનીને ફરતા લુખ્ખાઓએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કર્યો – જુઓ લાઈવ વિડિયો…

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં મેહુલ બોગરાના માથાના ભાગે પ્રહાર કરવામાં આવ્યા હતા. તેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત થયેલા એડવોકેટ મેહુલાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતીયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી તોડ પાણી કરવામાં આવી રહી છે. જેની જાણ થતા જ એડવોકેટ મેહુલ બોઘરા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓ એક રીક્ષા ની નજીક પહોંચ્યા ત્યારે એક શખ્સ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના બની આબાદ ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે, પોલીસના મળતીયાઓ દ્વારા તેમના ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એડવોકેટ મેહુલ બોઘરા અને અનેક વખત ધમકીઓ મળી છે.

મેહુલ બોઘરા એ વધુમાં જણાવ્યું કે, સામાન્ય જનતા પાસેથી તોડ પાણી કરી રહેલા એક વ્યક્તિ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યા હતા. 10 થી 12 વખત ડંડા વડે તેમના માથા ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. જેના કારણે એડવોકેટ મેહુલ બોધરાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલા પ્રહારનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલમાં તો એડવોકેટ મેહુલ બોધરાને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*