મળો બોલિવૂડના સૌથી વૃદ્ધ પાંચ અમીર સિતરાઓને, ચોથા નંબર વાળા પાસે તો સાત પેઢી સુધી ચાલે એટલું ધન

Published on: 11:01 am, Sat, 22 August 20

બોલિવૂડમાં દરેક વ્યક્તિ બુલંદ નથી થતાં, પણ જે થાઈ છે એ સફળતાના શિખર પર પહોંચી જાય છે. સફળતાના શિખરે પહોંચવા માટે આ લોકોને ખૂબ જ મહેનત કરવી પડે છે. આજે હું આવા સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યો છું. એ અમીર હોવાની સાથે સાથે સફળતાના શિખર સુધી પહોંચી શક્યા છે. હાલમાં તેમની આવનારી પેઢી કામ ન કરે તો પણ ધન ન ખૂટે એવી પરિસ્થિતિ ધરાવતા આ સિતારાઓ છે.

લતા મંગેશકર

બોલિવૂડમાં કોયલ તરીકે ઓળખાતા લતા મંગેશકરે આજ સુધીમાં 35 હજારથી પણ વધારે ગીત ગાયેલા છે. આજે 89 વર્ષની ઉંમરે લતા મંગેશકર ગીત ગાતા ના હોય પણ તેમના સમયમાં તેઓ લોકોના દિલમાં વસી ચૂક્યા છે. લતાજી હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ ગીત ગાયેલા છે. ફિલ્મો સિવાય આ ગાયિકા એ ભજન અને ગઝલો પણ ગાયેલી છે. એમના અવાજનો જાદુ ફક્ત ભારતમાં જ નહીં પણ અનેક દેશમાં પણ ફેલાયેલો છે. લતા મંગેશકર ભારત રત્ન એવોર્ડ, પદ્મવિભૂષણ અને નેશનલ એવોર્ડથી પણ સન્માન કરવામાં આવેલ છે. હાલમાં તેની પ્રોપર્ટી ની વાત કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે ની પ્રોપર્ટી તેમની પાસે હાલમાં છે.

દિલીપકુમાર

દિલીપ કુમારની હાલમાં ઉંમર 96 વર્ષની છે. બોલિવૂડના લેજેન્ડ દિલીપ કુમારને હાલમાં ઊઠવા બેસવાનું અને બોલવાનું પણ બંધ થઈ ગયું છે. તેઓ પોતાના સમયમાં બધાના દિલમાં વસી ચૂક્યા હતા. દિલીપકુમારનું અભિનય દરેક લોકોને પસંદ આવે છે. બોલિવૂડના સિતારાઓ શાહરુખ ખાન અમિતાભ બચ્ચન દરેક લોકો એમના ફેન્સ છે. દિલીપ કુમાર ની પાસે હાલમાં 600 કરોડથી પણ વધારે ની સંપતિ છે.

શત્રુધ્ન સિંહા

બોલીવુડના ફેમસ એક્ટર શત્રુધ્ન સિંહા લોકપ્રિય ડાયલોગ “અબે ખામોશ” આજે પણ લોકોના દિલમાં વસી ગયો છે.શત્રુધ્ન સિંહા એ હવે રાજકારણમાં કૂદકો માર્યો છે. હાલના સમયમાં બોલીવુડ ની અંદર તેમની દીકરી સોનાક્ષી સિંહા છવાઈ ગઈ છે.શત્રુધ્ન સિંહા પાસે હાલમાં 120 કરોડ જેટલી સંપત્તિ છે.

અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 1969 થી આજરોજ સુધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પાસે હાલમાં પણ પાંચ પ્રોજેક્શન અને તેમાંથી ત્રણ ફિલ્મો વહેલી તકે રિલીઝ થઈ શકે છે. અમિતાભ બચ્ચને આ સદીના મહાનાયક ગણવામાં આવે છે. કારણ કે તેઓએ ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપવાથી તેઓ દરેકના દિલમાં વસી ગયા છે. દરેક ઉંમરના લોકોને અમિતાભ બચ્ચન પસંદ આવે છે. અમિતાભ બચ્ચન પાસે હાલમાં 2700 કરોડથી પણ વધારે ની પ્રોપર્ટી છે.

ધર્મેન્દ્ર

બોલિવૂડના હી મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર છેલ્લા પચાસ વર્ષથી કામ કરી રહ્યા છે. તેઓએ તેમના સમયમાં ખૂબ જ પ્રસન્નતા મેળવી હતી અને હાલમાં પણ લોકો તેમને પસંદ કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલમાં ધર્મેન્દ્ર પાસે 400 કરોડથી પણ વધારે ની સંપત્તિ છે.